Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ તાલુકા મથકે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ સ્વીપ એકટીવીટી અંતર્ગત માનવ આકૃતિ બનાવી મતદાન અંગે સંદેશો આપ્યો

  • November 18, 2022 

આગામી તા.૧લી ડીસેમ્બર-૨૦૨૨નાં રોજ પ્રથમ તબક્કાની વિધાનસભા ચુંટણી-૨૦૨૨ યોજાનાર છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા મથકે આવેલ  સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વીપ એકટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિની થીમ પર માનવ આકૃતિ બનાવી મતદાન અંગે સંદેશો આપ્યો હતો. તાપી જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં અમુલ્ય યોગદાન આપે તે આશયથી તાપી જિલ્લાના વિવિધ શાળાઓએ મતદાન પ્રત્યે લોક જાગૃતિ હેતુથી પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું.




લોકોનો જુસ્સો વધારવા માટે શાળાના પ્રાંગણમાં એકઠા થઈને વિદ્યાર્થીઓએ માનવ આકૃત્તિ દ્વારા "વોટ ફોર તાપી "ની મનમોહક કલાકૃતિ બનાવી હતી. શાળાના બાળકોએ સામૂહિક રીતે પ્રદર્શિત કરેલી આ ક્લાકૃતિમાં શાળાના શિક્ષકગણની મહેનત અને બાળકોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા કાબિલે તારીફ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application