Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીના વ્યારા અને કુકરમુંડા માંથી બાઈક ચોરાઇ

  • August 24, 2021 

તાપી જિલ્લામાંથી ચાર દિવસમાં બે બાઈક ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.

 

 

 

 

વ્યારાની જનરલ હોસ્પિટલ માંથી દિનદહાડે મોપેડ બાઈક ચોરાઈ

વ્યારાની જનરલ હોસ્પિટલ માંથી દિનદહાડે મોપેડ બાઈકની ચોરી થઇ હોવાની ફરિયાદ થઇ છે.મળતી માહિતી અનુસાર સોનગઢના નાની ખેરવાણ ગામના નિશાળ ફળીયામાં રહેતો ૨૦ વર્ષીય અનીલભાઈ લક્ષ્મણભાઈ ગામીત, ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે, તેઓએ પત્નીનામ નામ એક ગ્રે કલરની સુઝુકી કંપની એક્સેસ મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એએ/૬૭૨૪ ની ખરીદી હતી અને કામઅર્થે કરતા હતા.

 

 

 

 

હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને પૂછવામાં આવતા તેણે ખબર નહી હોવાનું જણાવેલ

તા.૨૩મી ઓગસ્ટ નારોજ સોમવારે સવારે ૧૦ કલાકના અરસામાં અનીલભાઈ ગામીત અને પત્ની તેમજ સાસુ સાથે મોપેડ બાઈક પર બેસી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે પત્નીને ગાયનેક તબીબને બતાવવા માટે આવ્યા હતા. અને મોપેડ ગાડી જનરલ હોસ્પિટલમાં આવેલ મેડીકલ સામે પાર્ક કરી હતી. જોકે તબીબને બતાવ્યા બળે પરત આવતા સ્થળ પર મોપેડ ગાડી નજર પડી ન હતી. જે બાબતે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને પૂછવામાં આવતા તેણે ખબર નહી હોવાનું જણાવેલ,અનીલ ગામીતે આસપાસના વિસ્તારમાં પણ મોપેડ ગાડીની શોધખોળ કરી હતી પરંતુ મોપેડ ગાડીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. કોઈ અજાણ્યા ઇસમે ગ્રે કલરની સુઝુકી કંપની એક્સેસ મોપેડ ગાડીની ડુબ્લીકેટ ચાવી અથવા ગાડીનો લોક તોડીને ગાડી ચોરી લઇ ગયો હોવાની ફરિયાદ અનીલભાઈ ગામીતે આજરોજ વ્યારા પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

કુકરમુંડાના આશ્રવા ગામમાંથી બાઈકની ઉઠાંતરી

કુકરમુંડા તાલુકાના આશ્રવા ગામમાં રહેતા ભવનભાઈ જગન્નાથભાઈ પટેલ જે ખેતી અને પશુપાલન કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. ભવનભાઈ નજીકના ગામે ડેરીમાં દરરોજ દૂધ ભરવા માટે પોતાની બાઈક નંબર જીજે/૨૬/જે/૨૩૬૩ વસાવી હતી. ભવનભાઈએ ગત તા.૨૧ ઓગસ્ટના રોજ પોતાની બાઈક લોક કરી આંગણામાં પાર્ક કરી સુઈ ગયા હતા. તે દરમિયાન પાછળથી કોઈ અજાણ્યો ચોર બાઈકનું લોક ડુપ્લીકેટ ચાવીથી તોડી બાઈક લઈ ભાગી ગયા હતા. ભવનભાઇને બાઈક ન દેખાતા તેમને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ બાઈક ન મળી હતી જેથી બનાવ અંગે ભવનભાઈ પટેલે નિઝર પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.     

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
hi