માહિતી વિભાગ દ્વારા તાપી, તાપી નદીના જન્મદિને સોનગઢ સ્થિત ઉકાઇ ડેમ ખાતે રાજ્યકક્ષાના વન, પર્યાવરણ ક્લાઇમેટચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી અને તાપી જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઇ વસાવા, ધારાસભ્ય ડૉ.જયરામ ગામીત, ડી.સી.એફ પુનિત નૈયર, પુર્વ મંત્રી ગણપતભાઇ વસાવા, પુર્વ મંત્રી ઇશ્વરભાઇ પરમાર, સહિત વિવિધ મહાનુભાવો તાપી કિનારે કથામાં સહભાગી થયા હતા. મંત્રીએ તાપી મૈયાને પ્રણામ કરી આગામી ચોમાસા દરમિયાન ઉકાઇ ડેમ પાણીથી ભરાઇ જાય અને સુરત અને તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ક્યારેય પાણીની સમસ્યા ઉભી ન થાય તથા ડેમ વધુમાં વધુ લોકોને ઉપયોગી બની સુરક્ષિત રહે અને અને લોકો માટે આજીવિકાનું માધ્યમ બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500