રાજય સરકારશ્રી દ્વ્રારા જુની રજીસ્ટ્રેશન પ્રથાના સ્થાને ઝડપી, સરળ અને પારદર્શકતા આવે તે હેતુસર ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં કંપની પાસેથી પાકની જાતના ગુણધર્મ તેના ઉત્પાદન સંબંધી આંકડાકીય વિગતો રોગ જીવાત સંબંધી વિગતો તેમજ કંપની પાસેની સંશોધન અંગેની સુવિધાઓ સંબંધી વિગતો મેળવવામાં આવશે. આ પધ્ધતિથી નવીન જાતોની નોંધણી ઝડપી બનશે અને નવી જાતો ઝડપથી ખેડુતોને ઉપલબ્ધ થશે. જો કોઇ ખેડુતને બિયારણ વાવ્યા બાદ ઉભા પાક સંબંધી કોઇ ફરીયાદ હોય તો તેના માટે પણ રાજય સરકારશ્રી દ્વ્રારા ફરીયાદ નિવારણ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ/ક્રુષિ વૈજ્ઞાનિકોની સમિતિઓની પણ રચના કરવામાં આવેલી છે.
રાજયમાં વેચાતી બીટી કપાસની સશોધિત જાતોના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા નમુના લેવામાં આવે છે અને તેની ચકાસણી ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે. આ ઉપરાંત બીટી બિયારણ વેચતી કંપનીઓ દ્વારા પણ પોતાની જાતોના નમુના નિયત ફ્રી ભરી ચકાસવા ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે, તેથી બીટી કપાસની ચકાસણી થતી નથી તે વાત તદન વાહીયાત અને ઉપજાવી કાઢેલ છે.
રાજયનાં ખેડુતોને ગુણવત્તા યુકત બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે વાષિક સરેરાશ ૬ હજારથી વધુ બિયારણના નમુના લેવામાં આવે છે.ચકાસણીમાં બિન પ્રમાણિત થનાર જાતો સામે બિયારણ અધિનિયમ-૧૯૬૬ અને બિયારણ કંટ્રોલ ઓર્ડર-૧૯૮૩ હેઠ્ળ કાયદેસરના પગલાં પણ લેવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500