Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનાં સહયોગથી બહેનો માટે વિના મુલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમનો પ્રારંભ

  • June 24, 2023 

માહિતી વિભાગ દ્વારા તાપી, તાપી જિલ્લાના બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત RSETI ઇન્દુ ગામ ખાતે બહેનો માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. એચ. રાઠવાનાં હસ્તે તથા તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર રસિકભાઈ જેઠવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાનેથી આર. એચ. રાઠવાએ બહેનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. આ સાથે RSETI સંસ્થાની કામગીરી અંગે સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, RSETI સંસ્થા દ્વારા બહેનોને પગભર કરવા માટે વિવિધ તાલીમો આપવામાં આવે છે જેનાથી તાપી જિલ્લામાં મહિલાઓ આર્થીક રીતે પગભર થઈ રહી છે.



તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર રસિકભાઈ જેઠવાએ તાલીમાર્થી બહેનોને સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરવા અને સ્વરોજગારી મેળવવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આજના યુગમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય બહેનો માટે એક રોજગારીનું ખુબ જ સારૂ માધ્યમ છે. બહેનો તેમાં સારી આવક મેળવી પગભર બની પોતાના પરિવારને પણ મદદરૂપ થઈ શકે તેવા હેતુ થી આ પ્રકારની વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે. વધુમાં બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ 30 દિવસની છે. તેમજ આ તાલીમ સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ બહેનોએ આ પ્રકારની તાલીમનો લાભ લેવો જોઇએ એમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે સખી મંડળના ડી.એલ.એમ પંકજ પાટીદાર તથા બ્યુટી પાર્લર મેનેજમેંટ ટ્રેનર મનીષાબેન ગાંધી, RSETI ફેકલ્ટી દેવેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application