તાજેતરમાં ભેળસેળમાં લોકોએ તમામ હદ પાર કરી રહ્યું છે. ત્યારે હાલમાં જ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છુટક મસાલા વેપારીઓ પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી એ મસાલા વિક્રેતાના મરચા પાઉડરનું સેમ્પલ ફેઈલ ગયું છે અને તેના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માહિતી અનુસાર, એપ્રિલ મહિનામાં 13 તારીખે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છુટક મરચા પાઉડર, મરી મસાલાનું વિતરણ કરતા 18 વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને અલગ અલગ મસાલાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. કુલ 25 સેમ્પલ લઇને તેને સુરત પાલિકાની હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ સેમ્પલના રિપોર્ટ પૈકી રાંદેર રોડ પાલનપુર પાટીયા, શાક માર્કેટ ખાતે આવેલા શ્રી લક્ષ્મી મસાલા ગૃહ ભંડારમાંથી લેવામાં આવેલા મરચાના પાઉડરનું સેમ્પલ તેની તપાસમાં ભેળસેળ યુક્ત જણાયું હતું. જેથી આ મસાલા વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને બિન આરોગ્યપ્રદ ચીજ વસ્તુનું વેચાણ કરનારા સામે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગે ખાદ્ય વપરાશમાં વપરાતા વિવિધ મસાલાઓમાં કલરનું મિશ્રણ, તેલનું ઓછું પ્રમાણ તેમજ ધાણા-જીરાની અંદર લાકડાની વેરના મિશ્રણને લઇને ચકાસણી કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમે વેપારીઓને ત્યાંથી મરચાંની ભૂકી તેમજ હળદર સહિતના સેમ્પલ લીધા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં મસાલાની સિઝન ચાલી રહી છે અને લેભાગુ તત્વો પણ આ સિઝનમાં ભેળસેળ યુક્ત સામગ્રી વેચાણ કરવા માટે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પણ અટકાતા નથી આ હેતુસર આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવલથાણ ખાતેથી ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
April 11, 2025કોસંબા ખાતે નજીવી બાબતે સગીર પર હુમલો
April 11, 2025