Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા ખાતે સ્પેશિયલ ડી.એલ.સી.સી.ની બેઠક યોજાઇ

  • November 17, 2022 

વિધાનસભા સામાન્ય ચુંટણી–૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા સેવા સદન તાપી ખાતે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેનાં અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રિય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદકુમાર અને ડી.ડી.ઓ. ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં જિલ્લાની વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરો સાથે બેંક ખાતાઓમાં થતી શંકાસ્પદ લેવડ-દેવડ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદકુમારે સૌને વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને લોભાવવા, વિવિધ રોકડ કે ભેટ દ્વારા લાલચ આપી મત ખરીદવા તે ગુનો છે.


આ કાર્યમાં પૈસાની લેવડ-દેવડ માટે બેંકનાં વિવિધ ખાતાઓમાંથી આ રકમ પહોચાડવામા આવે છે. જેના ઉપર નિયંત્રણ અને દેખરેખ ખુબ જ અગત્યની બાબત છે. તેમણે ચૂંટણી જાહેર થવાના બે મહિના પહેલા ખોલેલા નવા ખાતાઓ, તથા રોજ બરોજ થતા ટ્રાન્ઝેક્શન અને ઉપાડ ઉપર ખાસ દેખરેખ રાખવા જણાવ્યું હતું. તેમણે 1 લાખથી વધુની રકમ અને કોઇક વખત અમુક ચોકકસ રકમની લેવડ-દેવડ અંગે ખાસ પેટર્ન બનતી હોય છે તે પેટર્નને ઓળખવા અંગે સૌનું ધ્યાન દોર્યું હતું.


આ અંગે દૈનિક અહેવાલ આપવા અંગે સૌને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે સૌને બેંકિંગ ચેનલમાં બોર્ડર લાઇન ટ્રાન્ઝેક્શનને પણ ધ્યાને લેવા સમજ આપી હતી. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં બેંકોના ખાતાના માધ્યમથી થતી લેવડ-દેવડની મોનીટરીંગ પ્રક્રિયાને ખુબ જ અગત્યની જણાવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી તાપી ખાતે 24*7 મોનેટરિંગ સેલ ખાતે જાહેર નાગરીક/મતદારો માટે ટોલ ફ્રી નં.1800-233-1005 થતા 1950 પણ કાર્યરત કરવામાં આવેલ છે. જેના ઉપર આ સંબંધિત ફરિયાદો, રજુઆતો નોંધાવવા અપીલ કરી હતી.

ડી.ડી.ઓ.એ સૌને ચૂંટણીમાં બેંકના ખાતાઓ દ્વારા થતી લેવડ-દેવડ અંગે દેખરેખ રાખવાની જરૂરીયાત જેવા અગત્યના મુદ્દાને સરળ રીતે સૌને રજુ કરી પોતાની કામગીરી જવાબદારી પુર્વક કરવા સુચનો કર્યા હતા. આ પ્રસંગે મદદનીશ ખર્ચ ઓબ્ઝર્વર-172 નિઝર અને લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર રસીક જેઠવાએ પ્રેઝનટેશનનાં માધ્યમથી સૌને બેંક ખાતાઓમાં થતી શંકાસ્પદ લેવડ-દેવડ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે ભારતનાં ચૂંટણી પંચ તરફથી તાપી જિલ્લામાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર સહિત જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. તાપી જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application