સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિએ પોતાની કારકિર્દીની છેલ્લી ફિલ્મ થલલપતિ ૬૯ની ઘોષણા કરી છે. અભિનેતા પોતાની રાજકીય કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપવા માંગતો હોવાથી તેણે મનોરંજન દુનિયાને છોડવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ સર્જકે યૂટયૂબ પર વિજય થલાપતિની છેલ્લી ફિલ્મની ઘોષણા કરતો એક જર્ની વીડિયો પણ શેર કર્યો છે. વિજય થલાપતિ જલદીજ રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવા માટે ફિલ્મની કારકિર્દી છોડી દેશે. પરંતુ આ પહેલા કેવીએન પ્રોડકશન્સે શુક્રવારે ઘોષણા કરી છે કે, તેણે વધુ એક ફિલ્મ સાઇન કરી છે. અભિનેતા પોતાની નવી પાર્ટી તમિલગા વેત્રી કજગમ સાથે રાજકારણમાં એન્ટ્રી કરી છે. હવે તે સંપૂર્ણ રીતે અભિનય છોડવા માંગે છે તેથી તે પોતાની ૬૯મી ફિલ્મ પૂરી કરશે. કહેવાય છે કે, તેની રાજકીય પાર્ટી ૨૦૨૬માં તમિલનાડુ વિધાનસભા ચુનાવ લડે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application