સાઉથનાં સુપરસ્ટાર વિજય થલાપતિની ફિલ્મ લિયોનું શુક્રવારે બીજો દિવસ રહ્યો. જયારે આ ફિલ્મે બે દિવસમાં જ 100 કરોડનું કલેક્શન કરી લીધુ છે. ફિલ્મે ઓપનિંગ પર ઘણી ફિલ્મોનો રેકોર્ડ બ્રેક કરી પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. વર્લ્ડવાઈડ ફિલ્મે 148.50 કરોડ રૂપિયા કમાયા. લિયોએ શાહરૂખ ખાનની પઠાન અને રજનીકાંતની જેલરને પણ પાછળ છોડી ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે પહેલા દિવસે 63 કરોડનું શાનદાર કલેક્શન કર્યુ હતુ અને બીજા દિવસે એટલે કે, તારીખ 20 ઓક્ટોબરે શુક્રવારે પણ ખૂબ કમાણી કરી છે.
જાહેર થયેલા આંકડા અનુસાર લિયોએ બે દિવસમાં જ 100 કરોડ કમાઈ લીધા છે. શુક્રવારે બોક્સ ઓફિસના આંકડા અનુસાર વિજય થલાપતિ અને સંજય દત્તની ફિલ્મ લિયોએ 20 ઓક્ટોબર રિલીઝના બીજા દિવસે 35 કરોડનું જોરદાર કલેક્શન કરી દીધુ હવે ફિલ્મની કુલ કમાણી 103 કરોડ થઈ ચૂકી છે અને વીકેન્ડ પર આ પાછી ઈતિહાસ રચવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે, લિયો આ શનિવાર અને રવિવાર સુધીમા 200 કરોડ કમાઈ કરી લેશે. વિજય થલાપતિ અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની આ ફિલ્મ 250-300 કરોડના બજેટમાં બનેલી છે. આશા વર્તાઈ રહી છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application