સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવૂડને પાછળ મૂકી રહ્યું છે, જેમાં સાઉથનો સુપરસ્ટાર થલાપતિ વિજયને લઇને સમાચાર છે કે, તે ભારતનો સૌથી વધુ ફી લેનારો એકટર બની ગયો છે. કહેવાય છે તે પોતાની એક ફિલ્મ માટે રૂપિયા 200 કરોડ ચાર્જ કરે છે. તેના માટે એવી ચર્ચા છે કે, નિર્માતાઓ તેની ડિમાન્ડ પ્રમાણે ફી આપવા માટે તૈયાર હોય છે. મીડિયા રિપોર્ટસમાં જણાવામાં આવ્યું છે કે, થલાપતિ વિજયે પોતાની આગામી ફિલ્મ માટે 200 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે.
તેનો આગામી પ્રોજેક્ટ સાઉથ ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક વેંકટ પ્રભુ સાથેનો છે. આ ફી તેને એજીએસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આપવામાં આવી છે. જોકે થલાપતિ વિજયે આ બાબતે પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે, એજીએસ એન્ટરટેઇનમેન્ટ કંપનીની 2019માં થલાપતિ વિજયની રીલીઝ થયેલી ફિલ્મ બિગિલનું નિર્માણ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500