Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઉથ સિનેમાનાં દિગ્ગજ કલાકાર રવિ તેજાની અપકમિંગ ફિલ્મ ‘ટાઇગર નાગેશ્વર રાવ’નું દમદાર ટ્રેલર રિલીઝ

  • October 03, 2023 

સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકાર રવિ તેજાની અપકમિંગ ફિલ્મ ટાઇગર નાગેશ્વર રાવની દર્શકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યાં હતા. હવે આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવી છે. ટાઇગર નાગેશ્વર રાવનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ટાઈગર નાગેશ્વર રાવનું ટ્રેલર લોન્ચ કરવા રવિ તેજા પહેલીવાર મુંબઈ આવ્યા છે. ટાઈગર નાગેશ્વર રાવનું ટ્રેલર દમદાર છે. આ ટ્રેલર એક્શનથી ભરપુર છે. ફિલ્મનું આ ટ્રેલર હિન્દી વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું છે. 'ટાઈગર નાગેશ્વર રાવ'નું ટ્રેલર જોયા બાદ સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે ,આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે.



વંશી કૃષ્ણ નાયડુ-વામસી કૃષ્ણ અકેલ્લા દ્વારા નિર્દેશિત 'ટાઈગર નાગેશ્વર રાવ'ના આ ટ્રેલરે ચાહકોનું દિલ જીતી લીધું છે અને રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર આ ટ્રેલરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. દશેરાના ખાસ પર્વ પર 'ટાઈગર નાગેશ્વર રાવ' તારીખ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અનુપમ ખેર, નુપુર સેનન, ગાયત્રી ભારદ્વાજ, રેણુ દેસાઈ, જીશુ સેનગુપ્તા અને મુરલી શર્મા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application