સુપરસ્ટાર રજનીકાંતે તારીખ 12 ડિસેમ્બરે પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ ખાસ અવસર પર દેશ અને દુનિયાના લોકોએ તેમને ઘણી શુભકામનાઓ આપી હતી. આ એક્ટરનાં ચાહકો એક્ટરને એટલો પ્રેમ કરે છે એ કોઇનાથી છુપ્યુ નથી અને પોતાનો પ્રેમ દર્શાવતા રહે છે. એક ફેને એક્ટરને પોતાનો પ્રેમ દર્શાવવા તેમના નામનું મંદિર બનાવ્યુ છે. દક્ષિણના ઘણા લોકો રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે અને તેમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં અભિનેતાના ચાહકો એક્ટરની મૂર્તિની પૂજા કરતા જોવા મળ્યા હતા. આ ફેનનું નામ કાર્તિક છે, જે અભિનેતાના સૌથી મોટા પ્રશંસક છે. થોડા મહિના પહેલા મદુરાઈના તિરુમંગલમમાં પોતાના પ્રિય સ્ટાર માટે મંદિર બનાવ્યું હતું.
તેમના જન્મદિવસનાં આ ખાસ દિવસને ખાસ બનાવવા તેમણે મૂર્તિની વિશેષ પૂજા કરી અને મંત્રોના જાપ સાથે ધાર્મિક વિધિઓ કરી. હાલમાં જ ઈન્ટરનેટ પર સેલિબ્રેશનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રજનીકાંતના ચાહકોએ મંદિરમાં રજનીકાંતની મૂર્તિની પૂજા કરી હતી તેમજ મંદિરને શણગારવામાં પણ આવ્યુ હતુ. જે વીડિયોમાં જોઇ શકાય છે. રજનીકાંતના મંદિરને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. અહીં આ લોકો મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિની સામે એ જ શાંત મુદ્રામાં હાથ જોડીને ઉભા છે, જાણે કે તેઓ ભગવાન સમક્ષ પ્રણામ કરી રહ્યા હોય. મંદિરની દીવાલો પર રજનીકાંતની ફિલ્મોના કેટલાક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. મંદિરમાં દીવા કરવામાં આવ્યા હતા. તેમના જન્મદિવસ નિમિત્તે સૌપ્રથમ પ્રશંસકોએ રજનીકાંતની મૂર્તિ પર દૂધનો અભિષેક કર્યો હતો. ફૂલોનો હાર પહેરાવીને અભિનેતાના પ્રિય ભક્તોએ આરતી કરી હતી. રજનીકાંતના 73માં જન્મદિવસને આ વીડિયોએ વધુ ખાસ બનાવ્યો હતો જેમાં તેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application