ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે સોનિયા ગોકાણીએ શપથ લીધા હતા. રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સોનિયાબેન ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની પસંદગી થતા ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યા પર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીની નિયુક્ત કરવામાં આવી છે. જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ છે. 17 ફેબ્રુઆરી, 2011ના રોજ તેમની નિમણૂક કરાઈ હતી. જ્યારે 25 ફેબ્રુઆરી, 2023ના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. વયમર્યાદાના લીઘે તેઓ નિવૃત થઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500