Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ઝાડ કાપવા બાબતે મારામારી, એક મહિલા સહીત ત્રણ સામે સોનગઢ પોલીસે ગુનો નોંધાયો

  • October 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ભરાડદા ગામે ઝાડ કાપીને લઈ જવા બાબતે એક મહિલા સહીત ત્રણ જણાએ મળી એક ઈસમને મળી લાકડા વડે સપાટો મારી ઝગડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ભરાડદા ગામનાં વાંકણ ફળિયામાં રહેતા મુકેશભાઈ કિશનભાઈ ગામીત નાઓની ગામનાં જ નિશાળ ફળિયામાં સર્વે નંબર 113 વાળી ગૌચર જમીનમાં શુક્રવારના રોજ સવારનાં સમયે ઝાડને કાપીને વિજયભાઈ ઠગણીયાભાઈ ગામીત, જીતેન્દ્રભાઈ વિજયભાઈ ગામીત અને કાંતાબેન વિજયભાઈ ગામીત (ત્રણેય રહે.ભરાડદા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) નાઓ ટ્રકમાં ભરતા હતા. તે સમયે મુકેશભાઈ ગામીત નાએ મોબાઈલમાં ફોટા તથા વિડીયો ઉતારવા લાગ્યા હતા જેથી કાંતાબેનએ બાજુમાં પડેલ લાકડા વડે મુકેશભાઈને ડાબા પગનાં ઘુંટણનાં ભાગે એક સપાટો માર્યો હતો. તેમજ વિજયભાઈ તથા જીતેન્દ્રભાઈ પણ મુકેશભાઈને ચુંટણીની અદાવત રાખીને નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મુકેશભાઈ ગામીત નાએ રવિવારનાં રોજ ત્રણેય સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application