Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના બંધારપાડા પાસેથી ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને તાપી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો

  • February 11, 2021 

સોનગઢ પોલીસ મથકના માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ મુજબના ગુનાના ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને તાપી એસઓજીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

 

 

 

 

મળતી માહિતી અનુસાર તાપી એસઓજી પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન  બાતમી મળી હતી કે,અરવિંદ ખંડુ પટેલ રહે, દુબળ ફળીયુ તા.વાંસદા જી.નવસારીનો સોનગઢ પોલીસ મથકના માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલ છે અને ઘણા સમયથી નાસતો ફરે છે અને હાલ તે ગામ-બંધારપાડા ગામે બસસ્ટેન્ડ પાસે આવનાર છે.

 

 

 

 

જે આધારે તપાસ કરતા બાતમી વાળી જગ્યા ઉપરથી  અરવિંદ ખંડુ પટેલ નામનો વ્યક્તિ મળી આવતા તેને સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ગુ.ર.નં.78/2018 મુજબના ગુનાના કામે સીઆરપીસી 41(1) આઇ મુજબ અટક કરી સોનગઢ પોલીસને સોંપ્યો હતો. આમ છેલ્લાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં એસઓજી-તાપી ને સફળતા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application