સોનગઢ તાલુકાના ગુનખડી ગામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી સેન્ટર) માંથી ગત તારીખ 12મી ફેબ્રુઆરી નારોજ કોઈ અજાણ્યો ઇસમે આરોગ્ય કેન્દ્રના છત (ધાબા) ઉપરથી પ્રવેશી દરવાજામાં લગાવેલ જાળી તેમજ દરવાજાનું તાળું તોડી સીએચસી સેન્ટરના અંદર ના હોલમાં લગાવેલ સેમસંગ કંપની ની LED ટીવી જેની કિંમત રૂપિયા આશરે 5 હજારની મત્તાની ચોરી કરી નાશી છુટ્યો હતો.
બનાવ અંગે પ્રિયંકાબેન ધવલભાઈ ચૌધરી ની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application