Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના જમાદાર ફળીયામાં એલસીબીના દરોડા, 24 હજારના ઈંગ્લીશદારૂ સાથે શંકર શિવા કોકણી ઝડપાયો,એક વોન્ટેડ

  • February 14, 2021 

સોનગઢના જમાદાર ફળીયામાં જીલ્લા એલસીબીએ દરોડા પાડી એક બુટલેગરને ઈંગ્લીશદારૂની 197 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. જયારે એક ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર જીલ્લા એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડ ના માર્ગદર્શન અને સુચના મુજબ સ્ટાફના માણસો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ ને મળેલ બાતમીના આધારે મોડીરાત્રે સોનગઢના જમાદાર ફળીયામાં દારૂનો અડ્ડો ચલાવતો બુટલેગર શંકરભાઈ શિવાભાઈ કોકણી ના ત્યાં દરોડા પાડ્યા હતા,

 

 

 

 

દરોડા દરમિયાન શંકરભાઈ કોકણી ના બીજા રહેણાંક મકાનની પજારી માંથી  વિદેશીદારૂની અલગ અલગ બાટલીઓ નંગ-197 જેની કિંમત રૂપિયા 24,500/- ના મુદ્દામાલ સાથે શંકરભાઈ કોકણી ને ઝડપી પાડવામાં આવ્યો હતો, જયારે રવીભાઈ દિનેશભાઈ ચૌહાણ રહે,જમાદાર ફળિયું.સોનગઢ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ ની ફરિયાદના આધારે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application