સોનગઢ તાલુકાના ઉકાઈના ભુરીવેલ ગામે પણ મંગળવારે નાનું અને ગુરુવારે મોટું બજાર મળી અઠવાડિયામાં બે-વાર હાટ બજાર ભરાય છે,
આજે સવારે બજાર ભરાતાં જ 10 જેટલા હોમગાર્ડના જવાનો બજારમાં પ્રવેશી કોરોનાની મહામારી ના લીધે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પાથરણા વાળાઓને બે ભાગોમાં વહેંચવા ઉઠાડવામાં આવતાં ફેરિયાઓમાં આક્રોશ છવાયો હતો,છાસવારે થતાં રાજકીય મેળાવડાઓમાં તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી અને શાકભાજી લઇ પરિવાર ચલાવવા દૂર થી ધંધો કરવા આવતા આ ફેરિયાઓને અગાઉ પણ પરેશાન કરાયા હોવાથી,
આજે તેમને વધુ આક્રોશ દર્શાવી વેચવા માટે ટોપલીમાં લાવેલા ટામેટાં રોડ પર વેરી દીધા હતા.અને ચક્કાજામ કરી ઉકાઈ-સોનગઢ રોડ બંધ કરી ઉપર પર બેસી ગયા હતા.
જોકે ઉકાઈ મહિલા પીએસઆઇ પી.વી.ધનેશા આવી પહોંચ્યા હતા અને ફેરિયાઓને સમજાવ્યા હતા અને કોરોનાં ને ધ્યાને લઇ સોસીયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક પહેરીને બેસવા સૂચના આપી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો અને હાટ બજાર શરૂ થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500