Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : ખોટી ચઢામણી કરી ઉશ્કેરણી નહી કરવા સમજાવતાં જીવલેણ હુમલો કરાયો, પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો

  • March 01, 2023 

સોનગઢના કુઇલીવેલ ગામે સામાન્ય બાબતને લઈને ફળિયાના એક વ્યક્તિ પર ચાર જણાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ સોનગઢના કુઈલીવેલ ગામના પટેલ ફળીયામાં રહેતો અવિનાશભાઇ રામાભાઇ વસાવા તથા તેની પત્ની અને આરોપી અરવિંદભાઇ તથા તેની પત્ની બહાર ગામ મજુરી કામે ગયેલ ત્યારે અવિનાશભાઇએ આરોપી અરવિંદભાઇને તેની પત્નીને ખોટી ચઢામણી કરી ઉશ્કેરણી નહી કરવા સમજાવતાં અરવિંદભાઇએ મનમાં રાખી ગામમાં જઇ તને જોઇ લેવાની ધમકી આપી હોય જોકે ત્યારબાદ તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ અવિનાશભાઇ તથા તેનો મિત્ર મનોજભાઇ પરમેશભાઇ વસાવાનાઓ સાથે મોટર સાયકલ ઉપર આમલપાડા ગામે જવા નીકળ્યા હતા.


તે દરમિયાન ગામના અમરસિંગભાઇ બારકીયાભાઇ વસાવા નાઓની દુકાને ઠંડુ પીણુ પીવા ઉભા રહેલ અને મનોજભાઇ દુકાનમાં ગયેલ તે વખતે અવિનાશભાઇનાઓ મોટર સાયકલ ઉપર બેસી રહેલ તે વખતે આરોપી અરવિંદભાઇ વસાવાએ પાછળથી હાથમાં લાકડાનો ડંડો લઇ આવી અવિનાશભાઇને ડંડાથી પીઠના ભાગે ફટકો મારી ઇજા પહોચાડી અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પાછળથી સહ આરોપીઓ એલીષાબેન અરવિંદભાઇ વસાવા, આયુષભાઇ અરવિંદભાઇ વસાવા, સાકુભાઇ ડુંગરીયાભાઇ વસાવા નાઓએ બોલાચાલી ઝગડો સાંભળી તેઓના ઘરેથી આવી અવિનાશભાઇ સાથે બોલાચાલી કરી ડંડા વડે સપાટા મારી શરીરે ઇજા પહોચાડી હતી તેમજ માથામાં છરા વડે સાધારણ ઇજા પહોચાડી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી હતી.



આ જીવલેણ હુમલામાં અવિનાશભાઇ રામાભાઇ વસાવાનું બરોડ ફાટી ગયું હતું. બનાવ અંગે રામાભાઇ દશરીયાભાઇ વસાવાએ હુમલા ખોર આરોપીઓ (૧)અરવિંદભાઇ સાકુભાઇ વસાવા,(૨) એલીષાબેન અરવિંદભાઇ વસાવા, (૩) આયુષભાઇ અરવિંદભાઇ વસાવા,(૪) સાકુભાઇ ડુંગરીયાભાઇ વસાવા તમામ રહે.કુઇલીવેલ પટેલ ફળીયુ-સોનગઢ નાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application