સોનગઢના મૈયાલી ગામની સીમમાં બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા શખ્સને પકડવા પોલીસે વોચ ગોઠવી હતી. જોકે બાઈક ચાલક પોલીસને જોઈ જતા વિદેશીદારૂ ભરેલ કોથળો રોડ પર નાંખી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ બનાવમાં ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ-144 કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢના બંધારપાડા આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા શખ્સને પકડવા મૈયાલી ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી હતી. દરમિયાન ચકવાણ ગામ તરફથી આવતી એક બાઈકનો ચાલક પોલીસ જોઈ દુરથી પાછો ભાગવા લાગેલ જેનો પોલીસે પીછો કરતા બાઈક ચાલકે તેની પાસેનો ઈંગ્લીશ દારૂ ભરેલ કોથળો રોડ ઉપર નાંખી ભાગવામાં સફળ રહ્યો હતો.
જોકે પોલીસે બાઈક નંબર જીજે/26/એએ/5954 નો ચાલક વિપુલભાઇ મણીલાલભાઈ ગામીત ને ઓળખી કાઢતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બાઈક ચાલકે રોડ ઉપર નાંખી ફેંકી ગયેલ કોથળામાંથી વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ-144 જેની કિંમત રૂપિયા 7,200/-નો મુદ્દામાલ કબજે કરી ફરાર વિપુલ ગામીત વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500