સોનગઢના માંડળ ગામના ટોલનાકા પાસેથી ટ્રક માં ગેરકાયદેસર રીતે લઈ જવાતી ભેંસો સાથે પશુ તસ્કરી કરનાર ચાર ઈસમો વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલનાકા પાસેથી તા.23-ઓક્ટોબર નારોજ શંકાસ્પદ નજરે પડતી એક ટ્રક નંબર જીજે/24/વી/4577 ને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રકની અંદર ખીચોખીચ રીતે ભરેલ 8 નંગ ભેંસો અને 6 નંગ પાડીયા મળી આવ્યા હતા. તમામ પશુઓને ટુંકી દોરી વડે બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે ગુજરાત માંથી મહારાષ્ટ્ર ખાતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું.
બનાવ અંગે હેડકોન્સ્ટેબલ વિપુલકુમાર હરગોવનભાઈની ફરિયાદના આધારે ટ્રક અને પશુઓ મળી કુલ રૂપિયા 9.42 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક પુંજાભાઈ મેસુરભાઈ સામળા અને ક્લીનર બાબુભાઈ વેજાભાઈ છેલાણા બંને રહે,માણાવદર જી.જુનાગઢ તથા ભેંસ માલિક યશવંત કાશીનાથ અને કામદાર રવીન્દ્ર જીજાબરાવ પાટીલ બંને રહે,શિરપુર જી.ધુલિયા-મહારાષ્ટ્ર નાઓ મળી કુલ ચાર જણાની અટક કરવામા આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500