સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામે ગેરકાયદેસર રીતે ચાલતાં આશીર્વાદ બાયો ડીઝલ પંપનાં અન્ડરગ્રાઉન્ડ ટેન્કમાં ભરેલ 14122 લીટરનો જથ્થો મામલતદારે સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામે સુરત ધુલિયા હાઈવે રોડ પર ઠગણીયાભાઇ ગાંડાભાઇ ગામીત ના નામે આશીર્વાદ બાયો ડીઝલ પંપ ચાલે છે. જેનું સંચાલન મેનેજર સંજયભાઇ ભીખાભાઇ ચૌઘરી દ્વારા કરવામાં આવતું હોય, રાત્રે જિલ્લાં પુરવઠા વિભાગ અને સોનગઢ મામલતદારની ટીમે પોલીસ ને સાથે લઇ આકસ્મીક તપાસ હાથ ધરી હતી. દરમ્યાન અનેક ક્ષતીઓ જાણવા મળી હતી.
આશીર્વાદ બાયો ડિઝલ પંપ દ્વારા ભારત સરકારના પેટ્રોલીયમ અને પ્રાકૃતિક મંત્રાયલના નોટીફિકેશન મુજબ બાયોડિઝલના વેચાણ અને સંગ્રહ માટે કોઇ મંજુરી કે એનઓસી લેવાઈ ન હતી તથા ભારત સરકારના પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ બાયોડિઝલનું એકલું વાહન વ્યવહારમાં ડ્યુઅલ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. તેમ છતાં બાયોડિઝલનું સીધું જ વાહનોમાં પુરવાનું વેચાણ કરતાં હોવાનું જણાઇ આવતાં, પંપના સ્થળે અન્ડરગ્રાઉન્ડ ટેન્કમાં હાજર જથ્થો 14122 લીટર જેની કિંમત રૂપિયા 10,16,784/- નો સીઝ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500