Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી સોનગઢ પોલીસના હાથે ઝડપાયો

  • September 01, 2021 

સોનગઢ પોલીસ સ્ટેશનના ચોપડે દારૂના ગુનામાં છેલ્લા પંદર મહિનાથી નાસતો ફરતો આરોપીને સોનગઢ પોલીસ સ્ટાફના જવાનોએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર તા.૩૧મી ઓગસ્ટ નારોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના ઓટા ચાર પાસેથી આરોપી સોહિલ તરીક્કુઉદીન ફારૂકી (ઉ.વ.૨૭) રહે, ઉધના રોડ નંબર-૪ સંજયનગર,ઝૂપડપટ્ટી સુરત નાઓને ઝડપી પાડી પૂછ પરછ હાથ ધરતા આરોપીએ સોનગઢ પોલીસ મથકે તેના વિરુદ્ધ નોંધાયેલ ગુનાની કબુલાત હતી અને પોતે પંદર મહિનાથી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. આમ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને,દારૂના ગુનામાં ફરાર અને નાસતો ફરતો આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application