Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના મોટા બંધરપાડા ગામ માંથી દારૂની 48 બોટલો સાથે બાઈક ચાલક પકડાયો

  • November 23, 2020 

સોનગઢ તાલુકાના મોટા બંધરપાડા ગામે નદીના પુલ પાસે રોડ ઉપરથી આજરોજ એક મોટર સાયકલ નંબર જીજે/26/ડી/9907 ને ઝડપી પાડી બાઈક ચાલક સંદીપભાઈ દેવસીંગભાઈ ભીલ (ઉ.વ.20) રહે, ધામણદેવી ગામ,ગૌચર ફળિયું તા.ડોલવણ નાએ બાઈકની સીટ નીચે સંતાડેલો ઈંગ્લીશ દારૂની દેશીદારૂ ટેંગો પંચની બોટલો નંગ 48 જેની કિંમત રૂપિયા 24,00/- ના દારૂ સાથે સોનગઢ પોલીસ ના હાથે ઝડપાઈ ગયો હતો.

 

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ફરિયાદના આધારે દારૂની બોટલો અને 20 હજારની મોટર સાયકલ મળી કુલ રૂપિયા 22,400/- નો મુદ્દામાલ કબજે કરી સંદીપભાઈ ભીલ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application