Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ફોરવ્હીલ ગાડી અડફેટે બાઈક સવાર આધેડનું સારવાર દરમિયાન મોત

  • September 30, 2022 

સોનગઢના સિંગપુર રોડ ઉપર વાંકવેલ ગામની સીમમાં આવેલ બીયાજીભાઈ ગામીતની દુકાન સામે ગત તારીખ ૧૨/૦૯/૨૦૨૨ નારોજ એક ફોર વ્હીલ નંબર જીજે/૧૯/એએફ/૭૭૭૮ના અજાણ્યા ચાલકે પોતાની કબજાની ફોર વ્હીલ ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી બાઈક નંબર જીજે/૨૬/એમ/૮૪૫૪ ને ટક્કર મારતા બાઈક ચાલક આશિષભાઈ અને તેમની સાથે બાઈક પાછળ બેસેલા રતનભાઈ મગનભાઈ ગામીત (ઉ.વ.૭૫) રહે,દેવજીપુરા-સોનગઢ,બંને જણા બાઈક પરથી નીચે બને જણાંને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.



જોકે રતનભાઈ ગામીતની તબિયત લથડતા વધુ અર્થે સુરત ખાતેની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જેમનું લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેની ફરિયાદે ખટોદરા પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યા બાદ ૦ નંબરથી સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી છે, બનાવ અંગે મૃતક અડેધની દીકરી મીનાબેન રાજેશભાઈ ગામીત રહે,જેસિંગપુરા ટેકરા-સોનગઢ નાની ફરિયાદના આધારે તા.૩૦/૦૯/૨૦૨૨ નારોજ પોલીસે ફોર વ્હીલ નંબર જીજે/૧૯/એએફ/૭૭૭૮ ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application