Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક ઉપર વિદેશીદારૂની 96 બોટલો સાથે ભડભૂંજા ગામનો શખ્સ ઝડપાયો

  • February 14, 2021 

સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતો ભડભૂંજા ગામના શખ્સને પોલીસે દારૂની 96 બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફમાં માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સોનગઢ ના નવા આરટીઓ પાસેથી જાહેર રોડ પરથી એક ગ્રે કલરની મેસ્ત્રો નંબર વગર ની ગાડી ઉપર દારૂની હેરાફેરી કરતો સુલેમાન નાથુભાઈ ગામીત રહે,ભડભૂંજા ગામ, કોતર કોલોની તા,ઉચ્છલ નાને ઝડપી પાડી તપાસ કરતા તેના કબ્જા માંથી વિદેશીદારૂ બાટલીઓ નંગ 96 જેની કિંમત રૂપિયા 7,200/- નો દારૂ મળી આવ્યો હતો.

 

 

 

 

આ બનાવ માં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ની ફરિયાદના આધારે રૂપિયા 7,200/- નો દારૂ, 20 હજારની બાઈક મળી કુલ રૂપિયા 27,200/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુલેમાન ગામીત વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application