સોનગઢ તાલુકાના ટોકરવા ગામના વિસ્તારમાં રહેતી 28 વર્ષીય આદિવાસી વિધવા મહિલા સાથે વ્યારાનો નઝીર ગનીભાઈ સૈયદ નામનો મુસ્લિમ યુવક સંપર્કમાં આવ્યો હતો. યુવકે પોતાનો ધર્મ અને જાતિ છુપાવી પોતે આદિવાસી કોકણી સમાજનો અને કુવારો હોવાનું જણાવી ભોગ બનનાર મહિલા સાથે પ્રેમ-સંબંધ બાંધ્યો હતો.નઝીર સૈયદ પોતે પરિણીત હોવા છતાં કુવારો હોવાનું છેતરીને આદિવાસી મહિલાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.
મહિલા શરીર સંબંધ બાંધવા ના પાડતી હોવા છતાં મહિલાને પત્ની તરીકે રાખવાનો વિશ્વાસ અને ભરોસો આપી નઝીર સૈયદે અવાર-નવાર ભોગ બનનાર મહિલા સાથે તેની વિરુદ્દ શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન મહિલા એક બાળકને જન્મ પણ આપી માતા પણ બની હતી. તેમ છતાં વિધર્મી યુવકે તેણે અપનાવી ન હતી અને ઉપરથી યુવતી અને તેની માતાને વિશ્વાસમાં લઈ રૂપિયા 40 હજાર પણ પડાવી લીધા હતા અને લગભગ એક વર્ષ પછી નઝીર સૈયદ મુસ્લિમ જાતિનો અને પરણિત હોવાની જાણ થતા મહિલા અને નઝીર વચ્ચે ઝગડો થયો હતો ત્યાર બાદ મહિલાએ નારી અદાલતમાં ફરિયાદ કરી હતી.
તે સમયે નઝીરના મિત્ર નીલેશ લુહાર રહે, વ્યારા નાએ મહિલાને, તુ આદિવાસી સમાજની છે તુ આ લોકોના સમાજમાં બેસે તેમ નથી અને તારી સાથે લગ્ન થાય નહિ એમ જાતિ વિષયક અપશબ્દો કહી ભોગ બનનારને જીવતી સળગાવી દેવાની ધામી આપી હતી.આ બનાવની ફરિયાદ મહિલાએ પોલીસને કરતા પોલીસે નઝીર ગનીભાઈ સૈયદ અને તેનો મિત્ર નીલેશ લુહાર સામે એટ્રોસીટી એક્ટ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500