Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બીયર ની બોટલો સાથે કાર ચાલક ઝડપાયો, કુલ રૂપિયા 6.52 લાખનો મુદ્દામાલ જપ્ત

  • January 15, 2021 

સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી એક કારમાંથી ઈંગ્લીશ દારૂ બિયરની કુલ 25 બોટલો સાથે કાર ચાલકને ઝડપી પાડી દારૂ સહિત કુલ રૂપિયા 6.52 લાખનો મુદ્દામાલ સોનગઢ પોલીસે જપ્ત કર્યો હતો.

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી એક આર્ટીગા કાર નંબર જીજે/05/આરએચ/6882 ને ઝડપી પાડી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ બિયરની બાટલીઓ નંગ 25 જેની કિંમત રૂપિયા 25,00/- નો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.

 

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ ની ફરિયાદના આધારે કારનો ચાલક ગણેશભાઈ બચુભાઈ રાજપૂત રહે, દિનદયાળ નગર, વરાછા રોડ.કાપોદ્રા-સુરત શહેર નાની અટક કરી ઈંગ્લીશ દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા 6,52,500/- નો મુદ્દામાલ કબજે કરી કારના ચાલક વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application