Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : મગજની બીમારીથી કંટાળી જઈ ૪૯ વર્ષીય શખ્સનો આપઘાત

  • October 02, 2022 

સોનગઢના ધજંબા ગામના એક ૪૯ વર્ષીય શખ્સે મગજની બીમારીથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.




મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ધજંબા ગામના તાડફળીયામાં રહેતો બાબુભાઈ કાસમભાઈ ગામીત (ઉ.વ.૪૯) નાનો મગજની બીમારીથી પીડાતો હોય,જેથી બીમારીથી કંટાળી જઈ  મોડીરાત્રે આશરે ૨ કલાકના અરસામાં તેણે પોતાના ઘરે કોઈ કીટ નાશક જેવી ઝેરી દવા પી લેતા વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જોકે ફરજ પરના તબીબે બાબુભાઈ ગામીતને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સુમનબેન બાબુભાઈ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application