તાપી જિલ્લામાં સવારે ૭ કલાકથી સોનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અને નિઝર-કુકરમુંડા તાલુકા પંચાયત પેટા ચુંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી. કુલ ૩૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું, મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી હતી. સોનગઢ નગરપાલિકાના ૨૫ મતદાન મથકો અને નિઝર તથા કુકરમુંડા તાલુકા પંચાયતોની બેઠકો માટે ૧૦ અને ૨ મથકો પર ચૂંટણી યોજાઈ હતી.
મત ગણતરી ૧૮ ફેબ્રુઆરીના રોજ: ચૂંટણી પર્વમાં મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો
તમામ મતદાન મથકો પર બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટને યોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યા હતા, કુલ ૮૨ બેલેટ યુનિટ અને ૫૦ કન્ટ્રોલ યુનિટ ૩૭ મથકો પર ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને શાંતિપૂર્ણ અને સક્રિય રીતે મતદાન પ્રક્રિયામાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી. ચૂંટણીપર્વમાં મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સતર્કતા રાખવામાં આવી હતી. સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સમ્પન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી રાખી હતી. ચુંટણીની મત ગણતરી ૧૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500