સોનગઢ તાલુકાનાં મૈયાલી ગામનાં એક 25 વર્ષીય યુવકને તેનો અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરવાની ધમકી આપી અજાણી યુવતી અને તેના ચાર સાથીદારોએ તેની પાસેથી રૂપિયા 66,000/- પડાવી લીધા હતા. મળતી માહિતી મુજબ, ગત તારીખ 01/07/2023ના રોજ સોનગઢનાં મૈયાલી ગામમાં રહેતો કિરણ ગામીતના ફેસબુક એકાઉન્ટના મેસેન્જર પર રાત્રિના 10 વાગ્યાના અરસામાં કવિતા પંડિત નામની ફેસબુક આઇડી પરથી એક વિડીયો કોલ આવ્યો હતો તે ઉપાડતા તેમા એક યુવતી અશ્લીલ હાલતમાં હતી અને તેને કિરણ ગામીત સાથે ઉત્તેજિત વાત કરી અશ્લીલ વિડીયો બનાવ્યો હતો.
ત્યારબાદ અજાણ્યા whatsapp નંબરથી કિરણ ગામીત પર, ‘વિડીયો અપલોડ કર રહી હું તુમારી જીતની ભી facebook ફ્રેન્ડ હે સબ કે પાસ વિડીયો ચલા જાયેગા, વિડીયો ડીલીટ કરના હૈ યા અપલોડ ટેલ મી ફાસ્ટ બોલો ક્યા કરના હૈ’ એવું લખાણથી whatsapp મેસેજ આવ્યો હતો જેથી કિરણ ગામીત ‘ડીલીટ કરો પ્લીઝ’નો મેસેજ મોકલ્યો હતો જેથી સામેથી રૂપિયા 11,500 અમાઉન્ટ સેન્ડ કરો વિડીયો ડીલીટ કર દુંગી તેવો જવાબ મળ્યો હતો.
જેથી કિરણભાઈએ ગભરાઈને google પે’થી રૂપિયા 2000 મોકલ્યા હતા. ત્યારબાદ 04/07/2023ના રોજ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં સામેથી વ્યક્તિએ પોતાનું નામ વિક્રમ ગોસ્વામી જણાવી પોતે CBIમાંથી બોલે છે તેવું કહી વિડીયો અપલોડ થયેલ છે તે ડીલીટ કરાવો નહીં તો તમારા ઉપર કેસ થશે એમ કહી એક મોબાઈલ ફોન નંબર કિરણભાઈને આપ્યો હતો અને youtube અધિકારીને વિડીયો ડીલીટ કરવા ફોન કરતા સામેની વ્યક્તિ વિડીયો ડીલીટ કરવો હોય તો રૂપિયા 11,500/- મોકલી આપવા જણાવ્યું હતું. જેથી કિરણભાઈએ રૂપિયા 11,500/- મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ પણ વધુ પૈસાની માંગણી કરતા યુવકે તબક્કાવારી કુલ રૂપિયા 66000 મોકલ્યા હતા ત્યારબાદ સામેથી મેસેજ આવવાના બંધ થઈ જતા કિરણભાઈ ગામીતને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા તારીખ 08/07/2023ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી અને શુક્રવારે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500