Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : દેશી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

  • July 12, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ પરોઠા હાઉસ પોલીસ નાકા પોઈન્ટ ઉપર દેશી દારૂનાં મુદ્દામાલ સાથે ગાલખડી ગામનાં યુવકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પ્રોહી. સ્કોડ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રાત્રે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લક્કકોટ ખાતેથી એક ઈસમ સફેદ કલરની સ્વીફ્ટ ફોર વ્હીલ કારમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ પરોઠા હાઉસ પોલીસ નાકા પોઈન્ટ ઉપર અલગ અલગ ટીમ બનાવી બાતમીવાળી ગાડીમાં વોચમાં ઉભા હતા.




તે સમયે લક્કડકોટ તરફથી બાતમીવાળી સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર GJ/05/CN/7117ને આવતાં જોઈ ટોર્ચનાં ઈશારે કાર ચાલકને ઈશારો કરતા કાર ચાલકે કાર સાઈડમાં ઉભી રખાવી હતી. જોકે પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સૌરભભાઈ રાજેશભાઈ ગામીત (ઉ.વ.22, ગાલખડી ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.




ત્યારબાદ પોલીસે યુવકને સાથે રાખી કારની અંદર તથા ડીકીનાં ભાગે તપાસ કરતા અંદરના ભાગે પાછળની શીટ ઉપર તેમજ ડીકીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો દેશી દારૂ સુગંધી સંતરાની પ્લાસ્ટીકની બાટલીઓ પૂંઠાનાં બોક્ષમાં ભરેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.




જોકે યુવકને વધુ પૂછ પરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું જે, આ દારૂનો મુદ્દામાલ સૌરભ ગામીતે નવાપુર કાકા વાઈન શોપમાં કામ કરતો અનિલભાઈ જેના પુરા નામની ખબર નથી જે આ મુદ્દામાલ પીકઅપ ટેમ્પોમાં પ્રોહી. મુદ્દામાલનો જથ્થો લઈને લક્કડકોટ ખાતેથી આવેલ હતો.




જોકે મારા માલિક રાકેશભાઈ જયંતિલાલભાઈ ગામીત (રહે.વેલઝર ગામ, ચંડી ફળિયું, સોનગઢ) તથા કુલીનભાઈ ઉર્ફે લાલુ નીતીનભાઈ ઠક્કર (રહે.શ્રીરામ નગર, સોનગઢ) નોઓએ ભરી આપેલ હતો અને સદર પ્રોહી.મુદ્દામાલનો જથ્થો રાકેશભાઈ જયંતિલાલભાઈ ગામીત તથા કુલીનભાઈ ઉર્ફે લાલુ નીતીનભાઈ ઠક્કર નોઓએ મંગાવી તેમજ ભરી આપેલ હતો.




જયારે આ મુદ્દામાલ કોણે આપવાનો હતી તેની જાણ ન હતી. આમ, પોલીસે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો દેશી દારૂ સુગંધી સંતરાની કુલ 76 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 38,400/- અને કાર જેની કિંમત રૂપિયા 3 લાખ રૂપિયા તથા 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 3,43,400/-નાં મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application