Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : વાહન અડફેટે અજાણી મહિલાનું કમકમાટીભર્યું મોત

  • July 28, 2022 

સોનગઢન ઘાસિયામેઢા ગામે અજાણ્યા વાહન અડફેટે અજાણી મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.



મળતી માહિતી અનુસાર સોનગઢ તલુકાના ઘાસિયામેઢા ગામે તનતાડીયા ફળીયામાં રોડ ઉપર તા.૨૭મી જુલાઈ નારોજ સવારે કોઈક અજાણ્યા વાહનના ચાલકે પોતાનું ક્બ્જાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી એક અજાણી મહિલા (ઉ.વ.૪૫)નીને અડફેટમાં લઇ આશરે પંદરેક મીટર સુધી ઘસડી લઇ જતા અજાણી મહિલાનું મોત નિપજ્યું હતું.જોકે અકસ્માત સર્જી વાહન ચાલક પોતાના ક્બ્જાનું વાહન લઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગે ઘાસિયામેઢા ગામે ડુંગરી ફળીયામાં રહેતી દીપકાબેન ઈશ્વરભાઈ ચૌધરીએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી,જેમની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application