સોનગઢના સર્વોદયનગર-૨માં આવેલ એક બંધ ઘરનું તાળું તોડી અજાણ્યા ચોરટાઓ સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂપિયા ૮૭ હજારની મત્તા અજાણ્યા ચોરટાઓ ચોરી કરી નાશી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. મળતી માહિતી મુજબ, સોનગઢના સર્વોદયનગર-૨માં પ્લોટ નંબર બી/૧૫૫ સાર્થક હોસ્પિટલની પાછળ રહેતા કિરણભાઈ રતનભાઈ કાપોરે ના બંધ ઘરમાં તા.૧૪/૦૭/૨૦૨૩થી ૧૬/૦૭/૨૦૨૩ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરનાં દરવાજાનું લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો.
તેમજ ઘરનાં બેડરૂમમાં મુકેલ કબાટમાંથી ત્રણ ગ્રામ સોનાનું પેન્ડલ,પાંચ ગ્રામ સોનાની ચેઈન,ત્રણ ગ્રામ સોનાની બુટ્ટી,ત્રણ તોલાનું સોનું મંગળસૂત્ર મળી કુલ્લે-૪ તોલા સોનાના ઘરેણાં જેની કિંમત રૂપિયા ૮૦,૦૦૦/-, તથા પાંચ તોલા ચાંદીના પગના ઝાંઝર,એક તોલો પગની આંગળીઓમાં પહેરવાની ચાંદની વીંટી મળી કુલ ૬ તોલા ચાંદીના ઘરેણાં જેની કિંમત રૂપિયા ૩,૬૦૦/- તથા બે ઈન્ટેક્ષ કંપનીની સ્માર્ટ વોચ જેની કિંમત રૂપિયા ૨,૦૦૦/-તથા બે સ્પીકર જેની કિંમત રૂપિયા ૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૭,૬૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા. બનાવ અંગે કિરણભાઈ રતનભાઈ કાપોરે એ ગતરોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોરટાઓ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500