સોનગઢ તાલુકાના આંબા ગામના ભીલ ફળીયામાં મંજુરી વિના લગ્ન યોજનાર દીકરીના પિતા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત મુજબ કોરોના ગાઈડલાઈન મુજબ નિયમોની અમલવારી કરાવવા પોલીસ રીતસર સામાન્ય લોકો અને વેપારીઓ સામે જાણે કોઈ ગુનેગાર હોય તેવું વર્તન કરી રહી છે. ત્યારે સોમવારે બપોરે સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે, ઓન લાઈન મંજુરી લીધા વિના આંબા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા થઇ જાહેરનામાંનો ભંગ કરી રહ્યા છે.
બાતમી મળતા પોલીસ કાફલો જાણે કોઈ રીઢા ગુનેગારને પકડવા જતા હોય તેમ તાબડતોડ દોડી ગયો હતો અને લગ્નનું આયોજન કરનાર દીકરીના પિતા દલુભાઈ ધીરજીભાઈ ભીલ સામે મંજુરી વિના લગ્ન પ્રસંગ યોજી સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી તેમજ માસ્ક પણ પહેરેલ ન હોય, જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500