'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત આવી જતાં પરિજનોએ આખરે રાહતના શ્વાસ લીધા. તે છેલ્લાં 25 દિવસથી ગુમ હતો. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થયાની FIR પણ નોંધાવી હતી. ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી ઘરે પરત ફર્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા માટે ઘર છોડી ગયો હતો. તે અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયો. પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ.
તેથી તે ઘરે પાછો આવ્યો. ઉલ્લેખનીય છે કે, તારીખ 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તેના ગુમ થવાના સમાચાર તારીખ 26 એપ્રિલે જાહેરમાં આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ તારીખ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતો. ત્યારપછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application