Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૭.૮૪ ટકા એટલે કે ગત વર્ષની સરખામણીએ બેગણો વરસાદ નોંધાયો

  • July 27, 2022 

ચોમાસા દરમિયાન ચાલુ સિઝનમાં સર્વત્ર વરસાદના પરિણામે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૭.૮૪ ટકા એટલે કે ગત વર્ષ જુલાઇ-૨૦૨૧ની સરખામણીએ ડબલ-બેગણો વરસાદ થયો છે તેમ ગાંધીનગર ખાતે રાહત કમિશનરશ્રી પી.સ્વરૂપે જણાવ્યું હતું.




રાહત કમિશનરશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને ૨૬મીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.રાહત કમિશનરએ સંબંધિત અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મુખ્ય ડેમ-જળાશયમાં પાણીની આવક-જાવક અને વર્તમાન સ્ટોરેજની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં વધુ વરસાદવાળા જિલ્લામાં થયેલી રાહત સહિતની કામગીરી સંદર્ભે વિગતો મેળવી ચર્ચા-વિચારણા પણ કરી હતી.




હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં થયેલા વરસાદના આંકડા તેમજ આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગેની વિગતો રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં ૧૨૮.૬૮ મીટર એટલે કે ૫૯.૯૫ ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના ૫૪ ડેમ-જળાશય હાઇ એલર્ટ, ૭ એલર્ટ અને ૧૬ જળાશયોમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application