સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ આજે રજૂ થયું હતું. શિક્ષણ સમિતિની બજેટની બેઠકમાં વર્ષ 2022-23ના સુધારા વધારા સાથે 630.30 કરોડનું બજેટ મંજુર કરાયું હતું. આ ઉપરાંત વર્ષ 2023-24 માટે અધ્યક્ષે 731.55 કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેને મંજૂરી આપી દેવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં કેટલીક મહત્વની બાબતો ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે. શિક્ષણ સમિતિમાં ગત વર્ષે 25 કરોડની જોગવાઈ સ્માર્ટ સ્કૂલ માટે કરી હતી. તમામ ઝોન મળીને 20 સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી રહી છે. આ વખતે પણ સ્માર્ટ સ્કૂલ ઉપર જ સૌથી વધારે ભાર આપવામાં આવનાર છે. રૂપિયા 50 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલ 40 જેટલી બનાવવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું જે બજેટ છે તેમાં અંદાજે એક વિદ્યાર્થીની પાછળ 35 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે.
જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈને ગણવેશ તેમજ તે માટે જ ખર્ચ થાય છે તેમાં સમાવેશ થઈ રહ્યો છે. જિલ્લા પંચાયતની 35 સ્કૂલો જે નવા સીમાંકનના આધારે સુરત મહાનગરપાલિકામાં આવી રહી છે. તે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને સુવિધા મળે અને શાળાનું પણ નવીનીકરણ થાય તે માટે પ્રયાસ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500