ઓઇલ સીડ યોજના' હેઠળ મગફળી મીની કીટ વિતરણ, તેમજ 'આંતરરાષ્ટ્રીય મિલેટ ઈયર'ની ઉજવણી, ઉપરાંત 'ક્લાઇમેટ રેસિલેન્સલ' અંતર્ગત જિલ્લાના આહવા, વઘઇ, અને સુબીર ખાતે 'સ્માર્ટ એગ્રીકલ્ચર વર્કશોપ' ના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.ડાંગના ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમો દરમિયાન જિલ્લાના 500 ખેડુતોને મગફળીની કીટનું વિતરણ કરવામા આવ્યુ હતું.કાર્યક્રમમા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તેમજ ક્લાઇમેન્ટ ચેન્જ વિશે માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ. જેનો લાભ ડાંગ જિલ્લાના ખેડુતોને થશે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ. ઉપરાંત ડાંગ જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પણ શ્રી પટેલે આ વેળા આહવાન કર્યુ હતુ.
દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે જણાવ્યુ હતુ કે, રાજ્યમા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે, ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહીત કરવામા આવે તે આવશ્યક છે. ડાંગ ઉંપરાત રાજ્યના અન્ય જિલ્લાઓમા પણ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયાએ જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારના ખેડુતો પ્રાકૃતિક ખેતીની તાલીમમા જોડાય, અને પ્રાકૃતિક ખેતી પધ્ધતી વિશે જાણે તે ખૂબ જરૂરી છે. સાથે જ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડુતો મિલેટ પાકોની ખેતી કરે, અને પોષણયુક્ત આહાર મેળવે તે પણ જરૂરી છે. તેમ તેમણે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500