તાજેતરમાં જ રાજ્ય સમસ્તમાં સંપન્ન થયેલા ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે, છેવાડાના ડાંગ જિલ્લાના, છેક છેવાડે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા બીલીઆંબા ગામેથી કરાવ્યો હતો. દરમિયાન કોઈ પણ પ્રકારના નાના-મોટા ઉઘોગ ગૃહો કે કારખાનાઓ ન હોવા છતા, ડાંગ જિલ્લા પ્રશાસનના હકારાત્મક અભિગમ અને આશય સાથે 'કન્યા કેળવણી'ના એક ઉમદા કાર્યમાં રૂ. ૧૧ લાખ જેટલી માતબર રકમનો ચેક માન.મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી, ડાંગની ઉદાત્ત ભાવનાનો પરિચય આપ્યો હતો. બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં નાનકડા ડાંગ જિલ્લાના વહીવટી તંત્રે ‘કન્યા કેળવણી નિધિ’ માં મોટું યોગદાન પૂરું પાડ્યું છે. જે બદલ સહયોગી સૌ અધિકારીઓનો ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application