વૈશ્વિક કોરોના મહામારીથી ત્રસ્ત દુનિયાભરના દેશો કોરોના રસીકરણ અભિયાન યુદ્ધ ધોરણે ચલાવી રહ્યા છે. એવામાં યુરોપિયન દેશ નોર્વેમાં કોરોના વેક્સીનને લઇને ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે. જે આખા વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયા છે. નોર્વેમાં ફાઇઝરની કોરોના વેક્સીન લગાવ્યા બાદ સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યા હતા, પરંતુ મુદ્દાએ ત્યારે ગંભીર રુપ લીધુ જ્યારે વેક્સીનેશન બાદ 23 લોકોના મોત થયા.
નોર્વેમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ 23 લોકોના મોત નીપજ્યા હતા. જે પૈકી 13 લોકો એવા હતા જેમની મોત માટે કોરોના વેક્સીનથી થયેલી સાઇડ ઇફેક્ટ જવાબદાર હતી. સ્થિતિની ગંભીરતાને જોતાં નોર્વેએ વેક્સીનને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરવાની ફરજ પડી હતી. જોકે રસી બાદ સાઇડ ઇફેક્ટ અને મોતનો શિકાર બનેલા લોકોમાં મોટાભાગના લોકોની ઉંમર 80થી વધુ હતી.બેલ્જિયમમાં પણ એક વ્યક્તિએ ફાઇઝરની કોરોના વેક્સીન લગાવ્યાના પાંચ દિવસ પછી દમ તોડ્યો હતો.
આ સંદર્ભે વિશ્વ સ્વાસ્થ સંગઠનનુ કહેવુ હતું કે સંસ્થા નોર્વેના રસીકરણ અભિયાન પર નજર રાખી રહી છે. સંસ્થાના કહેવા મુજબ રસી લગાવ્યા બાદ થયેલી મૃત્યુમાં 13 મૃતકો એવા હતા જેમની મૃત્યુ રસીની સાઇડ ઇફેક્ટને લીધે થઇ હતી. બીજી તરફ નોર્વે સરકારે રસીની સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યા પછી પણ દેશમાં રસીકરણ અભિયાન ચાલુ રાખ્યુ છે અને અત્યાર સુધી આશરે 33 હજારથી વધુ લોકોને ફાઇઝરની કોરોના વેક્સીન આપવામાં આવી હતી.
નોંધનીય છે કે યુરોપિયન દેશ નોર્વેમાં નવા વર્ષની શરુઆતમાં જ ફાઇઝરની કોરોના વેક્સીન લગાવવાનું અભિયાન શરુ કરી દેવાયુ હતું અને સરકારે સાઇડ ઇફેક્ટ થવાની સંભાવનાઓને પણ જાહેર કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500