અમેરિકાનાં કોલોરાડો સ્પ્રિંગ્સ શહેરનાં એક નાઈટ ક્લબમાં રવિવારે તાબડતોડ ફાયરીંગ થયુ. જેમાં 5નાં મોત નીપજ્યા હતા, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ વિભાગનાં અધિકારીએ ઘટના વિશે માહિતી આપી હતી. જયારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે, પોલીસને રાતે 11:57 વાગે ફાયરીંગ વિશે ફોન આવ્યો. જેના તાત્કાલિક બાદ પોલીસની ટીમ ક્લબમાં પહોંચી અને એક વ્યક્તિ શંકાસ્પદ જણાતા ધરપકડ કરાઈ છે. આ ફાયરીંગમાં શંકાસ્પદ વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં તેની પણ સારવાર ચાલી રહી છે.
આ ગોળીબારી વિશે ક્લબ ક્યૂએ પોતાના ફેસબુક પેજ પર લખ્યુ, 'અમારા સમુદાય પર મૂર્ખતાપૂર્ણ હુમલાથી બરબાદી.' અમે હીરો જેવા કસ્ટમરોની તાત્કાલિક પ્રતિક્રિયાઓનો આભાર માનીએ છીએ, જેમણે હુમલાખોરોને વશમાં કરી લીધા અને આ ઘૃણાસ્પદ હુમલાને રોકી દીધો. અગાઉ પણ અમેરિકામાં L.G.B.T.Q ક્લબોને ટાર્ગેટ કરીને હુમલા થઈ ચૂક્યા છે. વર્ષ-2016માં એક બંદૂકધારીએ ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ પ્રત્યે નિષ્ઠાની જાહેરાત કર્યા બાદ ઓરલેન્ડોમાં એક સમલૈંગિક નાઈટ ક્લબમાં 49 લોકોની હત્યા કરી દીધી હતી. આ હુમલામાં 53 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500