વાલોડ બારડોલી માર્ગ ઉપર શિકેર ગામની નજીક ગરનાળા પાસે શગુન પાપડ ઉદ્યોગના માલિક નિમેશભાઈ દેવેશચંદ્ર શાહ કાર નંબર GJ/26/N/2255 લઈને વાંકાનેરથી ઘરે પરત આવતા હતા. તે સમયે કારની પાછળ બાઈક અથડાઈ હતી અને કારની બાજુમાં ડ્રાઇવર સાઇડે બાઈક લાવી અચાનક ગાડીનો બ્રેક કેમ મારે છે??? તેમ કહી ગાળો બોલી ગાડી સામે બાઈક ઊભી રાખી હતી અને નિમેષભાઈ શાહએ પણ કાર ઉભી રાખતા ત્રણ અજાણ્યા ઈસમોએ મળી નિમેશભાઈ શાહને મારમાર્યો હતો. જેના કારણે નિમેશભાઈ શાહના શરીરે ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ.એ તપાસ હાથ ધરી હતી.
જોકે આ તપાસ દરમિયાન નિમેશભાઈ શાહના વાલોડનાં ગણેશ ફળિયામાં રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા બનાવ સમયે ફરિયાદી સાથે મહિલા ફોન ઉપર વાત કરતી હોય જેથી મહિલા તેમજ વિજયભાઈ ભરવાડની સઘન પૂછપરછ કરતા તેમજ ટેકનીકલ વર્ક આઉટ કરી તપાસ કરતા મહિલા સાથે ફરિયાદીના પ્રેમ સંબંધ હોય પરંતુ ઘણા લાંબા સમયથી નિમેષભાઈ મહિલા સાથે સારી રીતે વાતચીત ન કરતા હોય અને પરણિત મહિલાને નિમેષભાઈના બીજી કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ હોય તેમજ વાલોડ ગણેશ ફળિયામાં રહેતા વિજયભાઈ ભીખાભાઈ ભરવાડ વિરુદ્ધમાં અગાઉ એક્ટ પોક્સો વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ જે ગુનો દાખલ કરવામાં નિમેષભાઈએ તેઓના સંબંધથી ધર્મેન્દ્રસિંહ ઠાકોરને સપોર્ટ કરેલ હતો.
જેના કારણે વિજયભાઈને પોક્સોના ગુનામાં જેલમાં રહેવું પડેલ આ બાબતનો વેર રાખી વિજયભાઈએ મહિલા સાથે મળી નિમેષભાઈને સબક શીખવવા વિજયભાઈના ઓળખીતા માણસો દ્વારા ફરિયાદી નિમેષભાઈને ધમકી અપાવી હાથ-પગ તોડી નાખવા અંગે ગુનાહિત કાવતરું રચેલ અને વિજયભાઈએ તેના ઓળખીતા નિતીન શિવ શંકર શુક્લા (રહે.કડોદરા) વાલોડ ખાતે બોલાવી રૂપિયા દોઢ લાખની સોપારી આપવાનો કરી છ માસ અગાઉ વીસ હજાર એડવાન્સ આપેલ અને આરોપી વિજયભાઈ ભરવાડ તથા મહિલા રાજ રાઠોડએ ફરિયાદીની ફરિયાદી નિમેષભાઈનું લોકેશન જાણી અવારનવાર નીતિન શિવ શંકર શુક્લાને ફોન પર વાતચીત કરી નિતીન શુક્લા અને તેના મિત્ર ગણેશ સંજુ અખાડે તથા હર્ષ દીપક સિંહ સાથે મળી તારીખ 14 મીના રોજ નિમેષભાઈને લાકડીના સપાટાથી હાથ તથા પગના ભાગે માર મારી ફેક્ચર કરી નાસી જવાનો ગુનો કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500