Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તારીખ 25મી જાન્યુઆરીથી શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ હેવી વ્હીકલ માટે શરૂ થશે

  • January 24, 2023 

ડાંગનાં ગિરિમથક સાપુતારાનાં સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનોને ડાંગ જિલ્લા વહીવટી તંત્રે, શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ હેવી વ્હીકલ  માટે, બુધવાર તા.25/01/2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે નુકશાન પામેલા આ ઘાટમાર્ગને આગમચેતીનાં ભાગરૂપે બંધ કરાયો હતો. હવે આ માર્ગ ભારે વાહનો માટે અનુકૂળ થતાં તા.25/01/2023થી શરૂ કરવામાં આવ્યો છે.



શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ભારે વાહનો માટે શરૂ થતા સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ જતા-આવતા ભારે વાહનો અને એસ.ટી. બસોના પ્રવાસીઓ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, માલ વાહક ટ્રકો વગેરેને મોટો ફાયદો થશે. સાપુતારાનો આ ઘાટમાર્ગ શરૂ કરવા બાબતે જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક તાકીદની બેઠક યોજવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application