ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ શામગહાન તેમજ પુર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ગાઢવિહિર ગામમાં, ગત તારીખ ૨૯ અને ૩૦ જૂનનાં રોજ નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામા આવ્યો હતો. નિહાર ચેરિટેબલ સંસ્થાના ટ્રસ્ટ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમા, સ્થાનિક વિસ્તારના ૨૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી, તેઓને નિઃશુલ્ક દવાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આયુર્વેદિક કેમ્પમા નિહાર ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામા આવી હતી.
સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપવામા આવી હતી. સાથે જ ખેતરમા કામ કર્યા બાદ સ્વચ્છ પાણીથી હાથ પગ ધોવા, તેમજ પીવાના પાણીમાં કાળજી રાખવા અંગે જણાવ્યું હતુ. આ બંને આરોગ્ય કેમ્પમા શરદી, ખાંસી, કફ, સાંધાનો દુઃખાવો, દાંતના દર્દીઓ, તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામા આવી હતી. ઉલ્લેખનિય છે કે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામા આવ્યા હતા. અત્યાર સુધી ૧૫૦૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500