બિહારના ભોજપુરમાં હાલમાં ભીષણ ગરમી અને હીટવેવના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જિલ્લામાં લૂ લાગવાથી છેલ્લા પાંચ દિવસોમાં લગભગ 50થી વધુ લોકોના મોત થયા છે. તો કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો અહી જીલ્લા વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે બહુ જ જરૂર કામ હોય તો જ ઘરની બહાર નિકળો. માહિતી પ્રમાણે છેલ્લા પાંચ દિવસોમાં વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 45 લોકોના મોત થયા હતા. તેમજ આ સિવાય જીલ્લામાથી 5 બિનવારસી લાશ મળી આવી હતી. જેને સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
આ રીતે ભોજપુરમાં છેલ્લા 5 દિવસોમાં લૂ લાગવાથી 50 લોકોના મોત થઈ ચુક્યા છે. અતિ ભારે ગરમીના કારણે લૂ’ના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. તેમજ ઘરની બહાર પણ નીકળી શકતા નથી. હાલમાં બિહારમાં ભયંકર ગરમી અને હીટવેવના કારણે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. બિહારમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 ડીગ્રીની પાર પહોચી ગયુ છે. આટલી ભીષણ ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ વખતે ગરમી ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેમા મોટાભાગે બાળકો અને વૃદ્ધો આ હીટવેવની ઝપેટમાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application