મધ્યપ્રદેશનાં દમોહમાં એક રિક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેનાથી રિક્ષા ટ્રકની નીચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોની મોત થઈ ચુકી છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે, જેને સારવાર માટે એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માત કટની માર્ગ પર થયો હતો. અકસ્માતની સૂચના મળતા જ કલેક્ટર (DM) એસપી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
ઘટના સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રિક્ષામાં સવાર તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ લઈ જવાયા છે. આ અકસ્માતમાં ટ્રક ચાલક પણ ઘાયલ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ કોઈ નક્કર માહિતી નથી મળી કે, ટ્રક ચાલક નશામાં હતો કે નહીં. ઈજાગ્રસ્તની ઓળખ થઈ શકી નથી, કારણકે તેઓ હાલ વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘટના સ્થળ પર તપાસ કર્યા બાદ તે હોસ્પિટલ જશે અને ત્યારબાદ જ કોઈ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ઈજાગ્રસ્ત લોકોના ફોન લઈને પરિવારજનોને સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત તપાસ કરવામાં આવશે કે, ઈજાગ્રસ્ત લોકો ક્યાંના રહેવાસી છે. કારણ કે, સ્થાનિક લોકો રિક્ષામાં મુસાફરી કરનાર લોકોની ઓળખ કરી શક્યા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500