મહારાષ્ટ્રનાં અકોલામાં વરસાદને કારણે ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા. અહીં બાલાપુર તાલુકાનાં પારસ ગામમાં એક મંદિરનાં ટિનશેડ પર ભારે ભરખમ વૃક્ષ પડ્યું હતું. તેના લીધે સાત લોકો દટાઈ જતાં મૃત્યુ પામ્યા જ્યારે આ ઘટનામાં અન્ય 30થી 40 લોકો ઘવાયાની માહિતી મળી છે. ખરેખર રવિવારે અહીં વરસાદ પડી રહ્યો હતો અને ઝડપી પવન ફૂંકાવાને લીધે મંદિરની નજીક આવેલું આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું અને મંદિરનાં ટિનશેડ પર જ આવીને પડ્યું. ગામમાં બાબુજી મહારાજ મંદિર સંસ્થાન આવેલું છે. અહીં લીમડાનું ખૂબ જ જૂનું વૃક્ષ આવેલું હતું. આ વૃક્ષ ધરાશાયી થયા બાદ આજુબાજુના લોકો પણ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
અનેક લોકો ટિનશેડ નીચે દબાઈ ગયા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી. જ્યારે ઘટના સ્થળે આવી પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. વૃક્ષને હટાવવા અને લોકોને બચાવાવ માટે જેસીબીની મદદ લેવાઈ રહી છે. અકોલા જિલ્લાનાં કલેક્ટર નીમા અરોડાએ પુષ્ટી કરી કે, આ ભયાવહ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30થી 40 લોકો તેમાં ઘાયલ હોવાની માહિતી છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને અકોલાની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application