નવસારીનાં ડભલાઈથી સરપોર ગામ વચ્ચે આવતાં ખેતરમાં જુગાર રમતા સાત જુગારીઓની ગ્રામ્ય પોલીસે અટક કરી રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકને ફરાર જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી ગ્રામ્ય પોલીસના સ્ટાફને મળેલ બાતમીના આધારે ડભલાઇથી સરપોર નજીક આવેલા એક ખેતરમાં જુગાર રમતા સાત જુગારીયાની અટક કરી હતી.
પોલીસે જુગાર રમતા સંજયભાઇ હળપતિ (રહે.બુટલાવ), ચંદુભાઇ ઉર્ફે ચકો હળપતિ (રહે.સિસોદ્રા), ગુલાબભાઇ ઉર્ફે ગુલીયો રાઠોડ (રહે.અડદા), મોહમદ મુસિર શેખ (રહે.રામપુરા, સુરત), સાહિદ મોરીસવાલા (રહે.વરીયાલી બજાર, લાલગેટ, સુરત), દિનેશ સર્પકાર (રહે.સચીન) અને સચીન પાલવે (રહે.બારડોલી રોડ, નવસારી)નાંને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે મોબાઈલ સહિત રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈ ભાગી જનાર અમીતભાઇ જોગી (રહે.જામપીર મહોલ્લો, કબીલપોર)ને ફરાર જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500