Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાઉનમાંથી નોકરે રૂપિયા ૧.૭૭ લાખના મતાના હાથફેરો કરી ફરાર

  • June 12, 2021 

સુરત કડોદરા રોડ કુંભારીયા બસ સ્ટેન્ડની સામે સંગીની ટેક્સટાઈલ હબમાં રિધ્ધિ સિધ્ધિ ઈન્ટરનેશનલ નામના ગોડાઉનમાંથી કારીગરે તેના મિત્ર સાથે મળી કુલ રૂપિયા ૧.૭૭ લાખના મતાનો જુટ રસલ ગારમેન્ટ કાપડના તાકાનો જથ્થો ચોરી કરી નાસી ગયો હતો,

 

 

 

 

બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ અલથાણ ન્યુ સીટીલાઈટ દેવરાજ રેસીડન્સીમાં રહેતા રમેશકુમાર મોહનલાલ સારડા (ઉ.વ.૫૬) કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સુરત કડોદરા રોડ કુંભારીયા બસ સ્ટેન્ડની સામે સંગીની ટેક્સટાઈલ હબમાં રિધ્ધિ સિધ્ધિ ઈન્ટરનેશનલના નામે ગોડાઉન ધરાવે છે. રમેશકુમાર તેના ગોડાઉનમાં નોકર તરીકે  યોગેશ મહેશ્વરી (રહે, ઈન્ટરસીટી ટાઉન શીપ) અને મુકેશ માલી (રહે, લાભુભા નગર આઈમાતા રોડ) ને રાખ્યો હતો.દરમ્યાન આ બંને નોકરોઍ  ગત તા ૧૦ જુન પહેલા ગોડાઉનમાંથી કુલ રૂપિયા ૧,૭૭,૩૦૦ના મતાના ૩૭૩૬ મીટર જુટ રસલ ગારમેન્ટ કાપડના તાકા ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે રમેશકુમારની ફરિયાદ લઈ બંને આરોપી્ઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application